જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં અથડામણ,1જવાન શહીદ,3 આતંકી ઠાર

Mar 05, 2017 10:06 AM IST | Updated on: Mar 05, 2017 10:06 AM IST

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં શનિવારે મોડી રાત્રીના સુમારે સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ થઇ છે. અથડામણમાં પોલીસનો એક જવાન શહીદ થયો છે જ્યારે સેનાના મેજર ઘાયલ થયા છે. ઘાયલ મેજરને હોસ્પિટલ ખસેડાયા છે. સાથે સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યાના સમાચાર છે. જો કે આ અંગે હજુ પુષ્ટિ કરી શકાઇ નથી.

tral1

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં અથડામણ,1જવાન શહીદ,3 આતંકી ઠાર

આ દરમિયાન સ્થાનિક પ્રદર્શનકારિયો અને સુરક્ષાબળો વચ્ચે ઝડપ થઇ હતી. જેમાં સર્ચ ઓપરેશનમાં રુકાવટ આવી છે. ભીડએ એક સીઆરપીએફના જવાનને મારમાર્યો હતો અને રાઇફલ છીનવી લીધી હતી. પોલીસકર્મી મંજૂર અહેમદ શહીદ થયો છે.

શનિવારે સુરક્ષા બળોને અહી બેથી વધુ આતંકિયો છુપાયાની માહિતી મળી હતી. જે પછુ સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષાબળોએ એ બંધ મકાનની ઘેરાબંધી કરી હતી જેમાં આતંકિયો છુપાયાની માહિતી મળી હતી.

 

સુચવેલા સમાચાર