ખેતીની જમીનમાં ભ્રષ્ટાચારમાં કેરળના ટ્રાન્સપોર્ટ મંત્રીનું રાજીનામું

Nov 15, 2017 02:16 PM IST | Updated on: Nov 15, 2017 02:16 PM IST

થીરુવંતપુરમઃ કેરળના મોટા ગજાના નેતા થોમસ ચાંડીએ ભ્રષ્ટાચારના આરોપ બાદ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના હોદ્દા પર હતા. કેરળમાં લેફ્ટ સરકાર સત્તા પર આવી ત્યાર પછી આ ત્રીજા મંત્રીએ રાજીનામું આપ્યું છે.

થોમસ ચાંડીનું નામ સૌથી ધનિક ધારાસભ્યમાં આવતું હતું. તેમણે ઉમેદવારી વખતે રૂ. 92 કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. ગયા મહિને એક સરકારી અધિકારીએ પોતાના રિપોર્ટમાં ટાંક્યું હતું કે ચોખાની ખેતી માટે અનામત રાખવામાં આવેલી જમીન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરની માલિકી ધરાવતા એક રિસોર્ટ દ્વારા ગેરકાયદે રીતે પચાવી પાડવામાં આવી હતી. ચાંડીએ આ રિપોર્ટને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

ખેતીની જમીનમાં ભ્રષ્ટાચારમાં કેરળના ટ્રાન્સપોર્ટ મંત્રીનું રાજીનામું

હાઈકોર્ટે ગઈકાલે રિપોર્ટને બાજુમાં રાખીને પોતાની સરકાર વિરુદ્ધ જ પિટિશન કરવા પર મંત્રીનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે મંત્રીની આવી હરકત કેબિનેટની સામુહિક જવાબદારીનો ભંગ કરે છે. કોર્ટ તરફથી આવી ફટકાર બાદ ચાંડીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. કેરળમાં સીપીએમ અને ધ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ગઢબંધન છે. ચાંડી ધ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી તરફથી સરકારમાં મંત્રી હતા.

સુચવેલા સમાચાર