કશ્મીરનાં ગુલમર્ગનાં રસ્તામાં ઘુસ્યા આતંકવાદીઓ,નિશાને સેના-પોલીસ

Oct 13, 2017 11:35 AM IST | Updated on: Oct 13, 2017 11:35 AM IST

કશ્મીરમાં અશાંતિ વચ્ચે આતંકવાદીઓ મોટી વારદાતને જન્મ આપવાનાં પ્રયાસ કરી રહ્યાં છે. સૂત્રોની માનીયે તો મોટા હુમલા માટે ગુલમર્ગનાં રસ્તેથી ઘણાં આતંકવાદીઓ ભારતમાં દાખલ થયા છે. આતંકવાદી જાકિર મૂસાએ આ માટે તેમની મદદ કરી હતી.

જાણકારી મુજબ, 4-4 ગ્રુપમાં આતંકી ગુલમર્ગનાં રસ્તે કશ્મીરમાં ઘુસ્યા હતાં. તે માટે આતંકી જાકિર મૂસાએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. આતંકીઓનાં નિશાના પર સેના અને પોલીસ છે.

કશ્મીરનાં ગુલમર્ગનાં રસ્તામાં ઘુસ્યા આતંકવાદીઓ,નિશાને સેના-પોલીસ

તો બીજી તરફ પૂલવામાનાં ત્રાલમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ પણ કર્યુ હતું. આથંકીઓને પકડવ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. તો પાકિસ્તાને પણ ફરી એક વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે.

આપને જણાવી દઇએ કે, ગત કેટલાંક મહિનાઓમાં સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કેટલાંયે આતંકવાદીઓ ઠાર મરાયા છે. જેમાં જીનત-ઉલ-ઇસ્લામ, સદ્દામ પદ્દર, રિયાઝ નાઇક જેવા આતંકવાદીઓ પણ શામેલ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર