1996નાં બોમ્બ બ્લાસ્ટ કેસ: ટુંડા દોષિત જાહેર, સુરત બ્લાસ્ટનો પણ હતો આરોપી

Oct 09, 2017 04:52 PM IST | Updated on: Oct 09, 2017 04:52 PM IST

1996માં સોનિપતમાં  બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને સોનીપત જીલ્લા ન્યાયાધીશે દોષિત જાહેર કર્યો છે. આવતીકાલે તેની સજાનું એલાન કરવામાં આવશે.

અબ્દુલ કરીમ ટુંડાએ વર્ષ 1993માં સુરતમાં પણ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટ કેસનો તે આરોપી હતો. સુરતમાં ડેક્કન એક્સપ્રેસમાં તેણે બ્લાસ્ટ કર્યો હતો.

1996નાં બોમ્બ બ્લાસ્ટ કેસ: ટુંડા દોષિત જાહેર, સુરત બ્લાસ્ટનો પણ હતો આરોપી

વર્ષ 1992થી ફરાર અબ્દુલ કરીમ ટુંડા આતંકવાદી બન્યા પહેલાં અમદાવાદનાં બહેરામપૂરા વિસ્તારમાં રહેતો હતો. વર્ષ 2013માં ઉત્તરાખંડ-નેપાળ બોર્ડરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

સુચવેલા સમાચાર