અમેરિકામાં વાવાઝોડા 'નેટે'એ લીધો 22 લોકોનો જીવ, કિનારાનાં વિસ્તારમાં એલર્ટ જાહેર

Oct 06, 2017 01:02 PM IST | Updated on: Oct 06, 2017 01:02 PM IST

મધ્ય અમેરિકામાં ઉષ્ણકટિબંધમાં વાવાઝોડા નેટેને કારણે અત્યાર સુધીમાં 22 લોકોનાં મોતનાં સમાચાર છે. વાવાઝોડાને કારણે વિસ્તરામાં ભારે વરસાદ પણ છે. ખાડીમાં કેટલીક તેલની  ખાણને ખાલી કરાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

લુઇસિયાનાનાં અધિકારીઓએ ઇમર્જન્સીની પણ જાહેરાત કરી દીધી છે અને કેટલાંક લોકોને નીચાણવાળા કિનારાનાં વિસ્તારો અને ટાપુઓ ખાલી કરવાનાં આદેશ આપ્યા છે.

અમેરિકામાં વાવાઝોડા 'નેટે'એ લીધો 22 લોકોનો જીવ, કિનારાનાં વિસ્તારમાં એલર્ટ જાહેર

અમેરિકાનાં નેશનલ હરિકેન સેન્ટર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, તોફાનને કારણે 38થી 50 સેન્ટીમીટર સુધી વરસાદ થઇ શકે છે અને તેને કારણે ભારે પૂર આવવાની પણ શક્યતાઓ છે. હાલમાં વાવાઝોડુ હોઇરાસ તરફ વળી ગયુ છે અને કેટલાંક કલાકોમાં તેને કારણે વરસાદ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર