વાપીમાં તસ્કરોનો તરખાટઃ5 દિવસમાં 15થી વધુ ચોરી,હોટલમાંથી ચોર્યા લાડુ

May 25, 2017 09:22 AM IST | Updated on: May 25, 2017 09:22 AM IST

વાપી માં  સતત પાંચમા દિવસે  તસ્કરો નો આતંક યથાવત રહ્યો છે.બેફામ બનેલ તસ્કરો એ બુધવારે નેશનલ હાઇવે પર આવેલ icici બેન્ક ના તાડા તોડ્યા હતા. સાથેજ તેઓએ   ગિરિરાજ હોટેલ અને એક સ્પેપાર્ટ નીં દુકાન ને પણ  નિશાન બનાવી હતી.તો બાજુ માં આવેલ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચ્યુરી  હોસ્પિટલ માં પણ તસ્કરો એ હાથ અજમાવ્યો હતો.છેલા પાઁચ દિવસમાં એક પછી એક ચોરી ને અંજામ આપી પોલીસ ને હમ્ફાવતી આ તસ્કર ટોળકી બુધવારે પણ ગીરીરાજ હોટેલ ના સીસી ટીવી કેમેરામા કેદ થઈ ગઈ છે .

જોકે નવાઈ ને વાત એ છે કે તસ્કરોએ આ હોટેલમાંથી તાડુ તોડીને રોકડ રકમ ચોરવા નો પ્રયાસ કર્યો હતો.જોકે રોકડ રકમ નહી મલતા ચોરટાઓ હોટેલમાં રાખેલ લાડુ ભરેલ બરણીમાંથી  માત્ર 4 જ લાડુ ચોરીને નિકડિ ગયા હતા.જોકે ચોરેલા લાડુ પન આઇસીઆઇસીઆઇ બેન્ક નજીક થી મલી આવ્યા હતા.આજે થયેલ ચોરી નો આંક પણ હજુ બહાર આવ્યો નથી.

વાપીમાં તસ્કરોનો તરખાટઃ5 દિવસમાં 15થી વધુ ચોરી,હોટલમાંથી ચોર્યા લાડુ

આમ વાપીમાં છેલા 5દિવસમાં 15 થી વધુ ચોરીઓનીં ઘટનાને અંજામ આપી તસ્કર ટોળકી જાણે  પોલીસ ને ખુલ્લો પડકાર ફેંકી રહી છે .

વાપીમાં તસ્કરોનો તરખાટ

GIDCમાં મહિન્દ્રા ફોર્ડના સર્વિસ સેન્ટરમાં ચોરી

તસ્કરો ઓફિસમાંથી આખી તિજોરી ઉંચકી ગયા

તિજોરીમાં 70 હજારથી વધુની રોકડ રકમ હતી

છેલ્લા 5 દિવસમાં વાપીમાં 15થી વધુ સ્થળોએ ચોરી

બેફામ બનેલ ચોર ટોળકી હજુ પોલીસ પકડથી દૂર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર