જ્યાં જ્યાં રાહુલ ગાંધીએ કરી યાત્રા ત્યાં થશે કોંગ્રેસની હાર: યોગી આદિત્યનાથ

Oct 13, 2017 01:43 PM IST | Updated on: Oct 13, 2017 01:43 PM IST

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. ત્યારે તેમની ગૌરવ યાત્રાની શરૂઆત દક્ષિણ ગજુરાતના વલસાડથી શરૂ થઈ. જ્યાં મુખ્યમંત્રી યોગીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પોતાના મતક્ષેત્ર અમેઠીમાં વિકાસના કોઈ કાર્યો થયા નથી. ત્યારે અમે ત્યાં વિકાસના કાર્યો શરૂ કરતાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે.

યોગી આદિત્યનાથની સભાની હાઇલાઇટ્સ

-ભાજપની સરકાર બની તે વાત કોંગ્રેસ અને રાહુલને પચતી નથી

-જ્યાં રાહુલ ગાંધી પ્રચાર કરીને ગયા છે ત્યાં સમજો કોંગ્રેસની હાર નક્કી છે.

-કોગ્રેસના સહેજાદાયે અહીં આવીને લોકોને ગુમરાહ કરનારી કેટલીક વાતો કરી છે જેને અવગત કરાવવા આવ્યો છું

-અમિતભાઈ અહિં આવે છે ત્યારે રાહુલ ઇટલી જતા રહે છે ત્યારે તેમને ગુજરાતની યાદ નથી આવતી

-દક્ષિણ ગુજરાતની ધરતીને વિશેષ રૂપથી પ્રણામ કરવા અહીં આવ્યો છું

-કેમ છો કહીને કર્યુ સભાનું સંબોધન

-આપ સૌને જયશ્રી કૃષ્ણ ગુજરાતીમાં કહી યોગીએ કરી સભાની શરૂઆત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર