સુરતમાં ફરી લઠ્ઠાકાંડ!, દેશીદારૂ પીધા બાદ બે યુવકોના મોત

Jan 17, 2017 05:39 PM IST | Updated on: Jan 17, 2017 05:39 PM IST

સુરતઃસુરત શહેરમાં ફરી એક વાર શંકાસ્પદ લઠ્ઠાકાંડ સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક જ સોસાયટીમાં રહેતા બે યુવકોના દેશી દારૂ પીધા બાદ બંનેના શંકાસ્પદ મોત થતા પોલીસ દોડતી થઇ ગઈ છે. આ ઉપરાંત સીંગણપોર ચાર રસ્તા પાસે રહેતા યુવાનનું પણ દારૂ પીધા બાદ મોત થયું હતું. હાલ તો આ સમગ્ર બનાવમાં પોલીસે ત્રણેયની લાશના પોષ્ટમોર્ટમ કરાવી તપાસ શરુ કરી છે જેમાં દેશી દારૂ પીવાના કારણે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

સુરતના કતારગામ વિસ્તારમાં ત્રણ  યુવકોના મોત બાદ તેના પરિવાજનોએ દારૂ પીધા બાદ મોત થયું હોવાનું જણાવી લઠ્ઠાકાંડ નો આક્ષેપ કર્યો છે. ત્યારે આ સમગ્ર બનાવમાં પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી. સમગ્ર બનાવની વાત કરીયે તો કતારગામ વેડરોડ પર આવેલા ઉદયનગરમાં રહેતા ટીનાજી લીલાજી ઠાકોર અને કીર્તિસિંહ સરદારજી વાઘેલાની 15 જાન્યુઆરી 17 ના રોજ મોડીસાંજે અચાનક તબિયત લથડતા બંનેંને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ બંનેના મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ સીંગણપોર ચાર રસ્તા પાસે આવેલ શ્રી હરિ ફ્લેટમાં રહેતા પ્રદીપ હરેશભાઇ વૈદ ની પણ દારૂ પીધા બાદ તબિયત લથડતાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેનું મોત નિપજયુ હતું.

સુરતમાં ફરી લઠ્ઠાકાંડ!, દેશીદારૂ પીધા બાદ બે યુવકોના મોત

હાલ તો આ સમગ્ર ઘટના શંકાસ્પદ છે પરંતુ પરિવારજનોએ લઠ્ઠાકાંડનો આક્ષેપ કર્યો છે ત્યારે બીજી તરફ હજુ સુધી કતારગામ પોલીસે સત્તાવાર રીતે કોઈપણ પ્રકારનું સમર્થન આપ્યું નથી. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ ચોપડે પણ તબિયત લથડતા વોમિટ થયા બાદ મોટ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્રણેયના વિશેરા લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જોકે મોડીરાત્રે ત્રણેય નો રિપોર્ટ દારૂ પીવાના કારણે મોત થયું હોવાનો આવતા પોલીસ દોડતી થઇ ગઈ છે.

સુરત લઠ્ઠાકાંડ મામલે કમિશનર સતિષ શર્માની પ્રેસ કોન્ફરન્સ

'3માંથી 2ના મોત દારૂ પીવાના કારણે થયા'

'કિર્તીસિંહ વાઘેલા અને પ્રદીપ વૈદ્યનું મોત દારૂ પીવાથી થયું'

'સુરત ક્રાઈમબ્રાન્ચને તપાસ સોંપવામાં આવી'

'હજુ એ કન્ફર્મ નથી કે ઝેરી દારૂ પીવાથી જ મોત થયા છે'

સુરત પોલીસ દ્વારા જાહેર જનતાને આહવાન

'કોઈ વ્યક્તિને લઠ્ઠાકાંડના લક્ષણો હોય, બિમાર હોય તો પોલીસનો સંપર્ક કરે'

'કુલ 6 મોતમાંથી હજુ 4 સ્પેક્ટેડ છે'

'રિપોર્ટ આવ્યા બાદ સાચી વિગતો જાણવા મળશે'

'સામાન્ય લઠ્ઠાકાંડ કરતા આ 2 મોતમાં મિથેનોલનું પ્રમાણ વધારે'

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર