વાપીઃનશામાં છાકડા બન્યા બે પોલીસ કોન્સ્ટેબલ,દંપતીને મારી ટક્કર

Mar 12, 2017 08:40 AM IST | Updated on: Mar 12, 2017 08:40 AM IST

તાપીઃગુજરાતમાં કડક દારૂ બંધીનો કાયદો તો બન્યો છે પરંતુ તેનો અમલ કરાવનાર કાયદાના રક્ષક જ પીધેલી હાલતમાં જોવા મળ્યા છે. આ ઘટના દક્ષીણ ગુજરાતમાં સામે આવી છે. છાકડા બનેલા આ બે કોન્સ્ટેબલે પોતાની કારથી બાઇક સવાર દંપતીને ટક્કર મારતા મામલો સોનગઢ પોલીસ મથકે પહોચ્યો છે. સોનગઢ પોલીસે તેઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-53 પર સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશ ગામીત અને દિવ્યેશ ગામીત નશાની હાલતમાં ગાડી હંકારી મોટરસાઇકલ પર સવાર પતી-પત્નીને ટક્કર મારી હતી.

વાપીઃનશામાં છાકડા બન્યા બે પોલીસ કોન્સ્ટેબલ,દંપતીને મારી ટક્કર

સુચવેલા સમાચાર