અંકલેશ્વરઃ8દિવસથી ગુમ સરપંચનો અડધો દાટેલો મૃતદેહ મળ્યો

Apr 20, 2017 05:56 PM IST | Updated on: Apr 20, 2017 07:06 PM IST

અંકલેશ્વરના અંદાડા ગામના સરપંચ સતીષ વસાવાનો આજે સવારે જમીનમાં અર્ધ દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. 8 દિવસથી સરપંચ ગૂમ હતા. હત્યારાઓએ હત્યા કરી મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો.અમરતપુરા ગામની સીમમાં જમીનમાં દટાયેલ હાલમાં મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અમરતપુરા ગામની સીમમાં નાનકડું મંદિર આવેલું હોય કેટલાક લોકો આજે સવારે મંદિરે જઈ રહ્યા હતા તે દરમ્યાન માર્ગમાં દુર્ગંધ આવતા તેઓએ આ અંગે પોલીસનો જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળે આવી ખોદકામ કરાવતા અંદરથી સતીશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો.સરપંચ સતીશ વસાવા તારીખ ૧૨મી એપ્રિલે મંદિરે જવાનું કહી નીકળ્યા બાદથી ગુમ થયા હતા

સુચવેલા સમાચાર