સુરતઃકિશોરીના અપહરણનો પ્રયાસ કરનારા બે યુવકોની ધોલાઇ

Feb 15, 2017 04:35 PM IST | Updated on: Feb 15, 2017 05:41 PM IST

સુરતઃસુરતના ડીંડોલી વિસ્તારમાં એક કિશોરીને ઓટો રીક્ષામાં બેસાડીને ભગાડી લઇ જવાનો પ્રયાસ કરતા બે શખ્સોની જાહેરમાં લોકોએ ધોલાઇ કરી હતી. લોકોનો રોષ પારખી ગયેલા બંને શખ્સોએ ભાગવાનો પ્રયાસ  કરતા ટોળાએ દંડા અને બેટ વડે બંને પર તૂટી પડ્યા હતા.બંને શખ્સો વિરુદ્ધ પોલીસે અપહરણ સહિત રેપની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જો કે સુરતની ડીંડોલી પોલીસની પીસીઆર સમયસર ઘટના સ્થળે પહોચી જતા બંનેની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઈ હતી. કૌશિક સભાયા અને રાજ બળવંત જોશી નામના યુવકોએ ઓટો રીક્ષામાં કિશોરીને ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો.

ડીંડોલી વિસ્તારના નવાગામ નજીક એક કિશોર રીક્ષામાં આજ રીક્ષામાં આવતી જતી હતી અને કોશોરીનું ઘર છેલ્લું હોવાથી રીક્ષા ચાલકની દાંનત બગડી હતી અને રીક્ષા બેસાડીને લઈ જતો હતો ત્યાં રસ્તા પર અચાનકજ રીક્ષા ઉભી રાખી અને કિશોરીની બાજુમાં બેસી ગયો ત્યાં છેડછાડ કરવા લાગ્યો ત્યાંજ કિશોરી બુમાબુમ કરી જેથી લોકો ભેગા થઈ ગયા અને રીક્ષા ચાલકને લોકોએ જાહેરમાં માર માર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર