ગંગાની જેમ તાપીનું કરાશે શુદ્ધિકરણ,રૂ.941 કરોડનો પ્રોજેક્ટ તૈયાર

May 03, 2017 03:53 PM IST | Updated on: May 03, 2017 03:53 PM IST

ગંગા નદીની માફક હવે સુરતની તાપી નદીનાં શુદ્ધિકરણને લઈને પણ અવાજ ઉઠી રહ્યો છે ત્યારે પાલિકાએ તાપી નદીમાં ઠલવાતા ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે તાપી શુદ્ધિકરણ હેઠળ 941 કરોડનો ખર્ચ સાથેનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેના માટેની ગ્રાંટ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મેળવવા માટેની કાર્યવાહી પાલિકાએ પુરી કરીને ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી પણ આપ્યો છે.

941 કરોડના ખર્ચમાં 125.28 કરોડ રાજ્ય સરકારે કરવાનો રહે છે. જ્યારે 284.04 કરોડનો ખર્ચ સુડાએ અને 532.44 કરોડનો ખર્ચ પાલિકા કરશે. પાલિકાએ રાજ્ય સરકારમાં રજૂ કરાયેલા ડીપીઆરમાં પહેલા તબક્કામાં 408 કરોડના ખર્ચના પ્રોજેકટ રજૂ કર્યા છે. તેમાંથી જેટલો પણ ખર્ચ મંજૂર થશે તેની 50 ટકા રકમ કેન્દ્ર સરકાર નેશનલ રિવર કન્ઝર્વેશન હેઠળ પાલિકાને આપશે. જ્યારે 25 ટકા રકમ રાજ્ય સરકાર આપશે. હવે સરકાર ક્યારે આ રકમ આપે તેની રાહ જોવાઈ રહી છે.

ગંગાની જેમ તાપીનું કરાશે શુદ્ધિકરણ,રૂ.941 કરોડનો પ્રોજેક્ટ તૈયાર

નોધનીય છે કે કામરેજથી ONGC કંપની સુધીના વિસ્તારમાં 200 એમએલડી કરતા વધુ ગંદુ પાણી હાલ તાપી નદીમાં સીધું ઠલવાઇ રહ્યું છે. તેના લીધે નદીમાં જળકુંભી સહિતની સમસ્યા પેદા થતી હોય છે.

સુચવેલા સમાચાર