વલસાડઃજીપ ખાઇમાં પલટતાં 7ના મોત, લગ્નગીતોને બદલે મરસીયા ગવાયા!

Mar 21, 2017 05:39 PM IST | Updated on: Mar 21, 2017 05:39 PM IST

વલસાડઃવલસાડ જિલ્લાના ધરમપુરના તામછડી-ધામણી વચ્ચે ગઇકાલે મોડી રાત્રીના સુમારે જીપ પલટી ખાતા 7 લોકોના મોત નીપજ્યા છે.તમામ મૃતક તામછડી ગામના વારલાપાડા ફળીયાના છે.તમામની અંતિમયાત્રા એકસાથે નીકળતા આખું ગામ હીબકે ચડ્યું છે.સમગ્ર પંથકમાં શોકનો માહોલ, કરુણ દ્રશ્યો સર્જાયા છે. દોઢ કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં સમગ્ર ગામ લોકો જોડાયા હતા.મૃતક 7 યુવકોમાથી 3 પરણિત હતા. જેમના સંતાનો હવે નોધારા બન્યા છે.જ્યારે 4  કુંવારા હતા.કરુણ વાત એ છે કે જે પરિવાર ના વેવાઈ પક્ષ મા આજેજ લગ્ન પ્રસંગ હતો. આ ગોઝારી ઘઠનાને પગલે લગ્ન પ્રસંગ મોકુફ રાખવો પડ્યો છે.

valsad7mot2

વલસાડઃજીપ ખાઇમાં પલટતાં 7ના મોત, લગ્નગીતોને બદલે મરસીયા ગવાયા!

ધરમપુર તાલુકાના તામછડી અને ધામણી વચે ગઈ રાત્રે જીપ ખાઈમા પલટી મારી જતા એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા ઘટના સ્થળ પર જ 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. પરિવારમા બે દિવસ પછી લગ્ન પ્રસંગ હોવાથી લગ્નનો સામાન આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.ત્યારે પહાડી વિસ્તારના ઢોળાવવાલા રસ્તા પર એક વળાક મા જીપ ના ચાલકએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ રસ્તા ની બાજુ મા આવેલી 100 ફૂટ ઊંડી ખાઈમા ખાબકી હતી.એક જ ફળિયા ના 7 યુવાનો મોત ને ભેટતા પંથક માં શોકનું મોજું ફરી વળ્યું છે.કરુણ વાત એ છે કે જે પરિવાર મા બે દિવસ પછી લગ્ન પ્રસંગ હતો.એ પ્રસંગની તૈયારીઓ વખતે જ કાળચક્ર ફરતા લગ્નમા ગવાનાર લગ્નગીતો ને બદલે મરશિયાઓ સમ્ભડાઇ રહ્યા છે.

મૃતક ના નામ

-કિરણભાઈ પઢરભાઈ

-નરેશભાઈ ગોપજી ભાઈ

-જયંતી જાનીયાભાઈ

-સીતારામ ભીમજી

-પ્રિતેશ ગોપજી

-વિનોદ સુરેશ જાંગર

-અરવિંદ સુરેશ જાંગર

સુચવેલા સમાચાર