સુરતમાંથી મુંબઇની યુવતિનું અપહરણ કરી 4 કલાક સુધી ગેંગરેપ

Mar 31, 2017 11:15 AM IST | Updated on: Mar 31, 2017 11:15 AM IST

સુરતઃસુરતમાં યુવતીના અપહરણ બાદ ગેંગ રેપની ઘટના સામે આવી છે. મૂળ મુંબઈના મલાડ ની  રહેવાસી યુવતી બુધવારે સુરત આવી હતી. રમેશ ઉર્ફે કાકા અને આર.કે. નામના વ્યક્તિઓ અડાજણ ખાતે મળ્યા બાદ રાત્રે ત્રણેય કડોદરા ખાતે એક ફાર્મહાઉસમાં ગયા હતા. જ્યાં એક મહેફિલ રાખવા આવી હતી.મુંબઈની યુવતી 29 તારીખના રોજ સુરત આવી હતી. નાણાંની લેતી દેતી બાબતે આ યુવતી ફાયનાન્સર યુવકોના સંપર્કમાં આવી હતી. યુવતિ પર ચાર કલાક સુધી 7 જેટલા શખ્સોએ નશામાં રેપ કર્યો હતો.

સુરતમાંથી મુંબઇની યુવતિનું અપહરણ કરી 4 કલાક સુધી ગેંગરેપ

મહેફિલ પૂર્ણ થયા બાદ યુવતી પર એક પછી એક સાત લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બન્યા બાદ યુવતી સ્થાનિક કડોદરા પોલીસ મથકે પહોંચી હતી. કડોદરા પોલીસે માહિતી મેળવી અડાજણ પોલીસને જાણ કરી હતી. અડાજણ પોલીસ સમક્ષ પહોંચેલી યુવતીનું ગુરુવારે રાત્રે મેડિકલ પરીક્ષણ કરાવ્યાની સાથે પોલીસે સાત લોકો સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. રમેશ ઉર્ફે કાકા અને RK નામના બ્રોકરનો પણ આરોપીઓમાં સમાવેશ થાય છે.

ગેંગ રેપ ની ફરિયાદ પીડિતા દ્વારા બુધવારે કરવામાં આવી હોવા છતાં અડાજણ પોલીસે ફરિયાદ નોંધવામાં 24 કલાક નો સમય લીધો હોવાથી અનેક શંકા કુશંકા ઉભી થઇ રહી છે.

પીડિતા પર બુધવારે બપોરે ગેંગ રેપ કરવામાં આવ્યો જ્યારે ગુરૃવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ કેમ કરાવામાં આવ્યું તેની સામે પણ શંકા સેવાઈ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર