સુરતઃ1.52 કરોડના સોનાની ચોરીમાં કર્મચારીની ધરપકડ

Feb 15, 2017 08:48 PM IST | Updated on: Feb 15, 2017 08:48 PM IST

સુરતઃસુરતના તનિષ્ક જ્વેલર્સમાં 1.52 કરોડ સોનાની ચોરી થયાનુંં બહાર આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. ગઇકાલે મોડી રાત્રે ચોરી થવા પામી હતી. ત્યારે કલાકોમાં જ પોલીસે આ મોટી ચોરીનો ભેદ ઉકેલીને નાક બચાવી લીધું છે.

પોલીસે પ્રશાંત વરાડે નામના કર્મચારીની ધરપકડ કરી છે.રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ચોરી કર્યા બાદ પ્રશાંત જ્વેલર્સના શોરૂમની ગ્રીલ તોડી ભાગી છૂટ્યો હતો.પોલીસે રૂપિયા 1.52 કરોડના સોનાના દાગીના કબજે કર્યા છે.હજુ લેપટોપ, મોબાઇલ અને રોકડ કબજે કરવાની બાકી છે.

સુરતઃ1.52 કરોડના સોનાની ચોરીમાં કર્મચારીની ધરપકડ

સુચવેલા સમાચાર