સુરતઃલગ્નમાં નાચવા બાબતે તકરારમાં યુવકની છરીના ઘા ઝીકી હત્યા

Apr 04, 2017 12:47 PM IST | Updated on: Apr 04, 2017 12:47 PM IST

સુરતના ડીંડોલી ગોડાદરા વિસ્તારમાં લગ્નના ડી.જે.પ્રોગ્રામમાં નાચવા બાબતે ઝઘડો થતા ત્રણ યુવાનોએ એક કિશોર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સ્નેહલનું મોત નીપજતા જ ડીંડોલી પોલીસે કાળુ તથા તેના મિત્રો વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શહેરના ગોડાદરા વિસ્તારમા આવેલી સ્વામિનારાયણ સોસાયટીમા રહેતો 17 વર્ષીય સ્નેહલ ડાલીયા ગતરોજ ઘરનજીક તેના મિત્રને ત્યા લગ્નપ્રસંગે ગયો હતો. જ્યા લગ્નના ડી.જે કાર્યક્રમમાં નાચવા બાબતે સ્નેહલનો ધક્કો અન્ય શખ્સને લાગ્યો હતો. ગણેશએ લલ્લુ તથા તેના મિત્રો સાથે મળીને સ્નેહલને રાત્રે તેના ઘર પાસે રોકયો હતો. જ્યા ત્રણેયએ ભેગા મળીને સ્નેહલને ઢોર મારમાર્યો હતો અને બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે સ્નેહલ પર હુમલો કરી ભાગી છૂટયા હતા.

સુરતઃલગ્નમાં નાચવા બાબતે તકરારમાં યુવકની છરીના ઘા ઝીકી હત્યા

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ સ્નેહલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હતુ. .

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર