સાંસદ સી.આર.પાટીલ અને પૂર્વ ડે. મેયર વચ્ચે પોસ્ટર વોર

Feb 15, 2017 04:07 PM IST | Updated on: Feb 15, 2017 05:03 PM IST

સુરતઃલિંબાયતમાં શિવાજી જન્મજયંતિને લઇ પોસ્ટર વોર શરૂ થયું છે.સાંસદ સી.આર.પાટીલ અને પૂર્વ ડે. મેયર વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે.BJPના પૂર્વ ડે. મેયરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને અધ્યક્ષસ્થાને બિરાજમાન કર્યા છે.

બીજી તરફ યૂથ ફોર ગુજરાતના પોસ્ટર પણ લાગ્યા છે.જેમા સાંસદ સી.આર.પાટીલ અધ્યક્ષસ્થાને બિરાજમાન છે.  ત્યારે શિવાજી જયંતિને લઇ પોસ્ટર વોરથી રાજકીય માહોલ ગરમાયો છે.

સાંસદ સી.આર.પાટીલ અને પૂર્વ ડે. મેયર વચ્ચે પોસ્ટર વોર

 સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના પૂર્વ મેયર અને યુવા કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ કોંગ્રેસમાં જોડાશે તે અંગેની ચર્ચા ફરી વખત શરૂ થઇ છે.આવનારી શિવાજી જયંતીને લઇ આ ચર્ચાએ જોર પકડ્યું છે.શિવાજી જયંતિને લઈને છેલ્લા કેટલાક સમયથી પાટીલ બંધુ વચ્ચે ચાલતો ગજગ્રાહ સપાટી પર આવ્યો છે. કારણ કે ભાજપના જ કોર્પોરેટર અને સાંસદે શિવાજી જયંતિના પોસ્ટર લગાવતાં પોસ્ટરવોર શરૂ થયું છે.

છત્રપત્રિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે લિંબાયતમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તેના માટે થોડા દિવસ પહેલા શહેરની મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીને ભાજપના કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ મળ્યા હતા. તેમાં આગામી 19મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશો કે કેમ તેની પુછપરછ કરવા માટે ગયા હતા. અને ત્યાર બાદ લિંબાયતમા ભાજપના કોર્પોરેટર દ્વારા કરવા માં આવેલ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે તેવા પોસ્ટર લાગ્યાં છે.

તો બીજી તરફ સાંસદ સીઆર પાટીલનું યુથ ફોર ગુજરાતના દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે હાજર રહેશે તેવા પોસ્ટર લગાવ્યાં છે.ત્યારે એક જ પક્ષના બંને પાટીલ બંધુ વચ્ચે ચાલતી લડાઈમાં લિંબાયત વિસ્તારમાં પોસ્ટર વોરથી લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. જે રીતે ઇટીવીની ટીમ દ્વારા રવિન્દ્ર પાટિલની સાથે વાતચીત કરવામા આવી હતી તેઓએ જણાવ્યુ હતુ કે અગાઉ પણ શિવાજી મહારાજની જન્મ જંયતિ કાર્યક્રમમાં ભાજપના નેતા તથા સાસંદને ઇન્વીટેશન આપવામા આવ્યુ હતુ. જો કે નેતા તથા સાસંદ બંને આ કાર્યક્રમમા હાજર રહ્યા ન હતા. જેથી આ વખતે તેઓએ કોગ્રેસનો સહારો લઇ પ્રદેશ પ્રમુખને આમંત્રણ આપ્યુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર