સુરતઃનદીમાં રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા ચાર મિત્રોને બચાવાયા

Apr 23, 2017 03:54 PM IST | Updated on: Apr 23, 2017 03:54 PM IST

સુરતમાં નદીની જળકુંભીમાં 4 લોકો ફસાયા હતા. જેમને બચાવવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. નદીની જળકુંભીમાં આ ચારેય મિત્રો ફસાઇ ગયા હતા. જાણવા મળ્યા મુજબ ચારેય મિત્રોને બચાવી લેવાયા છે.

સુરતના સરથાણા શ્યામ મંદિર પાસે એક મિત્ર નદીમાં નહાવા ગયો હતો. ત્યારે તે નદીની જલકુંભીમાં ફસાઇ ગયો હતો. અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો. આ જોઇ તેના અન્ય ત્રણ મિત્રો મદદ માટે નદીમાં પડ્યા હતા પરંતુ તેઓ પણ ફસાઇ ગયા હતા. જો કે આ અંગે તંત્રને જાણ કરાતા નદીની 100 મીટર અંદર ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું હતું અને ચારેય યુવકોને બચાવી લેવામાં આવ્યા છે.

સુરતઃનદીમાં રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા ચાર મિત્રોને બચાવાયા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર