સુરત: ટ્રાફિકમાં ફરજ બજાવતા હોમગાર્ડના 350 જવાનો હડતાળ પર

Aug 10, 2017 01:28 PM IST | Updated on: Aug 10, 2017 03:22 PM IST

સુરત શહેરમાં ટ્રાફિક શાખાનાં હોમગાર્ડમાં ફરજ બજાવતાં જવાનોને જાન્યુઆરી 2017થી અત્યારસુધી મળવાપાત્ર ભથ્થુ ન મળતાં તેમની હાલત કફોડી બની છે. સુરતમાં મહિલા-પુરૂષ મળીને લગભગ 350 જેટલાં જવાનો ફરજ બજાવે છે. 10-10 વર્ષથી કામ કરતાં હોમગાર્ડનાં જવાનોને ટ્રાફિક શાખામાં જાન્યુઆરીથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. છતાં પણ હજી સુધી તેમને ભથ્થાની ફાળવણી કરવામાં આવી નથી. જે બાબતે તેમનાં દ્રારા હવે લડતનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

ગઇકાલે પણ હોમગાર્ડનાં જવાનો દ્રારા જિલ્લા કમાન્ડન્ટ કચેરી પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ કોઇ જવાબ ન મળતાં આજે તેમનાં દ્રારા ફરી કચેરીની બહાર ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જવાનોનું કહેવું છે કે ભથ્થા બાબતે અધિકારીઓ દ્રારા તેમને યોગ્ય પ્રત્યુત્તર નથી મળી રહ્યો. તેમનું એ પણ કહેવું છે કે તેમનાં દ્રારા જવાનોને આ લડત જો બંધ નહિં કરે ટર્મીનેટ કરવાની પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. સરકાર દ્રારા ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે તે બાબતે તેમણે વિરોધ દર્શાવ્યો છે.

સુચવેલા સમાચાર