પતિની બિમારી દૂર કરવાનું કહી માતા-પુત્રીને બનાવી હવસનો શિકાર,તાંત્રિકની ધરપકડ

Mar 05, 2017 08:45 AM IST | Updated on: Mar 05, 2017 08:45 AM IST

સુરતઃ વીધિની બહાને માતા-પુત્રીને હવસનો શિકાર બનાવનારા તાંત્રિક અકમલ બાબાની અઠવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.તાંત્રિકે અગાઉ કેટલી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે તે અંગે જાણવા પોલીસે કોર્ટમા રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી હતી.

સુરતના અઠવા વિસ્તારમાં રહેતી મહિલાનો પતિ છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતો હતો. જેને લઇને મહિલાએ અઠવા ખ્વાઝાદાણા દરગાહ પાસે રહેતા તાંત્રિક અકમલ રઝા પાસે ગઇ હતી. જ્યા અકમલે મહિલાને તેના પતિની બિમારી સારી કરી આપવાના બહાને તેના ઘર પાસે બોલાવી હતી. જેથી મહિલા તથા તેની 14 વર્ષની પુત્રી તાંત્રિકના ઘરે ગઇ હતી. તાંત્રિકે દોરાધાંગા બાંધી મહિલા તથા તેની દીકરીને પોતાની વાતોમાં ભોળવી દુષ્કર્મ આચર્યુ હતુ.

પતિની બિમારી દૂર કરવાનું કહી માતા-પુત્રીને બનાવી હવસનો શિકાર,તાંત્રિકની ધરપકડ

બાદમા વિધાર્થીની એકાએક સ્કુલમા રડવા લાગતા આચાર્ય તથા શિક્ષકે તેની પુછપરછ હાથ ધરી હતી. જેમા તેણીએ પોતાની સાથે થયેલ તમામ ઘટનાની આપવીતી સંભળાવી હતી. જે સાંભળતા જ શિક્ષકો પણ ચોંકી ઉઠયા હતા અને આ અંગે તેઓએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અઠવા પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે હેવાન એવા અકમલબાબાની ઘરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ઢકેલી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ચાર માસ પહેલા પણ આ જ તાંત્રિકે એક કિશોરી સાથે શારિરીક અડપલા કરતા તેને ઢોર મારમાર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર