સુરતઃપોલીસ શોધતી રહી,મહેફિલ માણતા નબીરાઓ ગાડીમાં રફુચક્કર!

Apr 29, 2017 04:18 PM IST | Updated on: Apr 29, 2017 04:18 PM IST

સુરત શહેરના પાર્લેપોઇન્ટવિસ્તારમાં સરગમ શોપીંગ સેન્ટરની પાછળ શુક્રવારે સોમનાથ એન્કલેવમાં 11 માળે યુવકો દારૂની મહેફીલમાં હોવાની બાતમી પોલીસ કંટ્રોલરૂમમાં પહોચી હતી. જેને લઇ પોલીસે અહી પહોચી શોધવાનું શરૂ કર્યુ પરંતુ અગાઉથી જ ચેકી ગયેલા નબીરા પોલીસને થાપ આપી ફોર વ્હીલ ગાડીમાં રફૂ ચક્કર થઇ ચુકયા હોવાનું જાણવા મળે છે.

વીંગમાં જતા વોચમેને 11 માળેની રહેતા માલિકની હકીકતો પૂછતા તેમણે જણાવ્યું કે હમણા ફલેટ બંધ કરીને શેઠનો છોકરો તેના મિત્ર સાથે કારમાં નીકળી ગયો. ઉમરા પોલીસ તેમ છતાં વોચમેને સાથે લઈને 11 માળે ગઈ પણ ફલેટમાં તાળા મારેલા હતા.

સુરતઃપોલીસ શોધતી રહી,મહેફિલ માણતા નબીરાઓ ગાડીમાં રફુચક્કર!

લગભગ 8 થી 10 યુવકો ફલેટમાં હતા અને પોલીસની ગંધ આવી જતા ભાગી ગયા હતા તમામે દારૂનો નશો પણ કરેલો હતો અને યુવકો સાથે કેટલીક યુવતીઓ પણ હતી અને મિલ માલિકના નબીરા હોવાની હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર