સુરતઃરમતા-રમતા બાળકના ગળામાં ફસાયેલી દોરીએ જીવ લીધો

Jan 03, 2017 08:04 PM IST | Updated on: Jan 03, 2017 08:04 PM IST

સુરતઃસુરતના ભાઠેના વિસ્તારમાં રમતા રમતા 11 વર્ષના બાળકના ગળામાં દોરી ફસાઇ જતા તેનું કરુણ મોત નીપજયુ હતુ. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાય ગયુ હતુ.

સુરતઃરમતા-રમતા બાળકના ગળામાં ફસાયેલી દોરીએ જીવ લીધો

સુરતના ભાઠેના વિસ્તારમા રહેતા અશોકકુમાર રાણા જરીના કારખાનામાં મજુરી કામ કરી પરિવારનું પુરુ કરે છે. તેમનો 11 વર્ષનો પુત્ર પ્રતિક ઘરમાં એકલો જ હતો. એકાએક તેના હાથમા રસી આવી જતા તેની સાથે રમવા લાગ્યો હતો. રમતા રમતા તેને પોતાની પાસેની રસ્સી ઘરના હુંક પર ટીગાંળેલ લોખંડના સળીયામાં ભેરવી દીધી હતી અને તેની સાથે રમવા લાગ્યો હતો. બાદમાં એકાએક પ્રતિકનું ગળુ આ રસ્સીમા ફસાય ગયુ હતુ.

પ્રતિકે રસ્સીને કાઢવાનો ખુબ જ પ્રયાસ કર્યો હતો જો કે રસ્સી તેના ગળામાં ફસાય જતા તેને ગળેફાંસો લાગી ગયો હતો .બાદમા એકાએક તેની માતા દવાખાને થી પરત આવી જતા પ્રતિકને ગળેફાંસો ખાધેલ હાલતમાં જોતા તે હેબતાઇ ગઇ હતી અને જોરશોરમા બુમાબુમ કરી નાખી હતી.

 

સુચવેલા સમાચાર