સુરતઃભાડાના ફ્લેટમાં કુંટણખાનાનો પર્દાફાશ,2રૂપલાલનાઓ 125 કોન્ડમ સાથે પકડાઇ

Jan 28, 2017 03:32 PM IST | Updated on: Jan 28, 2017 03:32 PM IST

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક વાર લોહીના વેપારનો પર્દાફાશ થયો છે. અહીની ગાયત્રી સોસાયટીના  ચેમ્બરમાં 402 નંબરના ફ્લેટમાં પોલીસે દરોડો પાડીને ત્રણ રૂપલલનાઓ અને ગ્રાહકોને ઝડપી લીધા છે. ફ્લેટ ભાડે લઇ તેમાં કુંટણખાનું ચલાવાતું હતું.

sur kutalkhanu

સુરતઃભાડાના ફ્લેટમાં કુંટણખાનાનો પર્દાફાશ,2રૂપલાલનાઓ 125 કોન્ડમ સાથે પકડાઇ

ભુપત ઉર્ફે ચોથાભાઇ મકવાણા નામના શખ્સે સુરતના કાપોદ્રા ખાતે આવેલી ગાયત્રી સોસાયટીના ગાયત્રી ચેમ્બરમાં આવેલા ૪૦૨ નંબરનો ફ્લેટ ભાડે લીધો હતો અને ત્યારબાદ અહીં ભુપતે કુટણખાનું શરૂ કર્યું હતું. પોલીસે દરોડો પાડી ગ્રાહક સુરેશભાઇ ધન્નાજી ડાંગી, જીગ્નેશભાઇ ધીરૂભાઇ ડાભી ,ભેરૂ માંગીલાલ ખત્રી, પિન્ટુ ઉદયલાલ ખત્રી, અશ્વીનભાઇ ખોડાભાઇ વાઘાણી તથા ત્રણ લલના સહિત કુલ નવ વ્યક્તિઓને ઝડપી પડ્યા હતા.

તેમજ પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૩૪૯૦, ૧૧ મોબાઈલ ફોન તથા ૧૨૫ કોન્ડમ મળી રૂપિયા ૩૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રત્યેક ગ્રાહક દિઠ શરીરસુખ માણવાના રૂપિયા પાંચસો વસુલતો હતો.

સુચવેલા સમાચાર