સુરતઃBRTSમાં અચાનક આગ લાગતા દોડધામ,20મુસાફરોનો ચમત્કારીક બચાવ

Apr 10, 2017 08:43 PM IST | Updated on: Apr 10, 2017 08:43 PM IST

સુરતઃBRTSમાં અચાનક આગ લાગતા દોડધામ,20મુસાફરોનો ચમત્કારીક બચાવ

સુરતના અડાજણ ઋુષભચાર રસ્તા નજીર બીઆરટીએસમાથી પસાર થતી બસમા એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડ્રાઇવરની સમયસુચકતાને કારણે બસમા સવાર 15 થી 20 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમા આખેઆખી બસ બળીને ખાખ થઇ ગઇ હતી.

સુરતના કોસાડથી પાલ તરફ બસ જઇ રહી હતી. દરમિયાન અડાજણ ઋુષભ ચાર રસ્તા પાસેના બીઆરટીએસમા બસમા એકાએક આગ ફાટી નીકળી હતી. 15 થી 20 જેટલા મુસાફરોને બસમાથી નીચે ઉતારી દીધા હતા. બીજી તરફ આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડની પાચ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર