સુરતઃબુટલેગર મહિલાના મકાનમાં રૂ.35લાખ રોકડા મળ્યા!

Feb 25, 2017 06:34 PM IST | Updated on: Feb 25, 2017 06:34 PM IST

સુરત : શહેરના લસકાણા એરિયામાં રેડ પાડવા ગયેલ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બુટલેગરના ઘરમાંથી રોકડા રૂ.35લાખ મળ્યા છે. પોલીસે માસીની ધરપકડ કરી રૂપિયા જપ્ત કર્યા છે.100 રૂપિયાની જૂની નોટો અને 500 અને 2000 રૂપિયાની નવી નોટોનો આ જથ્થો સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચને એક મહિલા બુટલેગરના ઘરેથી મળી આવ્યો છે.

લસકાણા ગામ ખાતે રહેતી બબલીબેન પટેલના મકાનમાં છાપો માર્યો હતો. પોલીસને મકાનમાંથી રૂ.1.34 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. જોકે વધુ તપાસ દરમિયાન ઘરમાંથી રૂ. 34,98,700 પણ મળી આવ્યા હતા. દારૂના જથ્થા અને રૂ.34.98 લાખ બાબતે ક્રાઈમબ્રાંચે બબલીબેનની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં દારૂનો જથ્થો અને રોકડ તેની ભાણેજ સોનલ કોળીપટેલે છુપાવ્યો હોવાની કબુલાત કરી હતી.

સુરતઃબુટલેગર મહિલાના મકાનમાં રૂ.35લાખ રોકડા મળ્યા!

જેથી પોલીસે સોનલની શોધખોળ હાથ ધરી હતી. જોકે પોલીસના દરોડાની ગંધ આવી જતા તે પોલીસ તેને પકડે તે પહેલાં પલાયન થઈ ગઈ હતી. ક્રાઈમબ્રાંચે બબલીબેનની ધરપકડ કરી સોનલને વોન્ટેડ જાહેર કરી છે અને તેની શોધખોળ હાથ ધરી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર