સુરતઃરત્નકલાકારને ચપ્પાના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ,હાલત ગંભીર

Mar 16, 2017 02:34 PM IST | Updated on: Mar 16, 2017 02:34 PM IST

સુરતઃશહેરના કાપોદ્રામાં ગત મોડી રાત્રે એક રત્નકલાકારને ત્રણ ઇસમો દ્વારા ચપ્પાના ઘા ઝીકી દેવાતા ચકચાર મચી છે.બનાવને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ઘાયલ યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કામરેજ ખાતે આવેલ પટેલ નગરમાં રહેતા રમેશભાઈ કાંતિભાઈ અકબરી ગજેરા ડાયમંડમાં રત્ન કલાકાર છે.ગત રાત્રે ઘરે જવા નીકળ્યા હતા દરમ્યાન કારગીલ ચોક ભગવતી સોસાયટી નજીક ટ્રાફિકમાં બાઈક અથડાતા ત્રણ ઈસમો સાથે માથાકૂટ થઇ હતી. જેમાં રોષે ભરાયેલા ત્રણેય ઈસમોએ રમેશભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જાહેરમાં ચપ્પુ ના ઘા ઝીકતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.

સુરતઃરત્નકલાકારને ચપ્પાના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ,હાલત ગંભીર

તો બીજી તરફ બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત રત્ન કલાકરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર