સુરતમાં નજીવી બાબતે જીવલેણ હુમલો, મૃતકની લાશ લેવા ઇન્કાર, પરિવારે બોલાવી રામધૂન

Mar 17, 2017 02:49 PM IST | Updated on: Mar 17, 2017 02:49 PM IST

સુરત #સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાઇક અથડાવાની નજીવી બાબતે કેટલાક ઇસમો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરાતાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતાં મામલો વધુ બીચકાયો છે. મૃતક યુવાનના પરિવારજનો હુમલાખોરોને ઝડપી લેવાની માંગ કરી રહ્યા છે. સ્મિમેર હોસ્પિટલ ખાતે રામધૂન બોલાવી મૃતક યુવાનનો મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો.

કામરેજ સ્થિત પટેલ નગરમાં રહેતા રત્ન કલાકાર રમેશભાઈ કાંતિભાઈ અકબરી બુધવારે રાત્રે કામ પતાવી કાપોદ્રમાં આવેલ પોતાની કાકાની દુકાને ગયા હતા અને ત્યાર બાદ ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન કારગિલ ચોક ભગવતી સોસાયટી નજીક ટ્રાફિકમાં બાઈક અથડાતા ત્રણ ઈસમો સાથે માથાકૂટ થઇ હતી.

સુરતમાં નજીવી બાબતે જીવલેણ હુમલો, મૃતકની લાશ લેવા ઇન્કાર, પરિવારે બોલાવી રામધૂન

રોષે ભરાયેલા ત્રણ ઈસમોએ રમેશભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ભાગી ગયા હતા. જાહેરમાં ચપ્પુ ના ઘા ઝીકાતાં વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત રત્નકલાકર ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો ,

મૃતક રત્નકલાકર રમેશભાઇનું મોત નીપજતાં પરિવારના લોકો દ્વારા સ્મિમેર હોસ્પિટલ ખાતે રામધુન શરૂ કરવામાં આવી છે. પરિવારની રાવ છે કે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે , જ્યાં સુધી સુરત પોલીસ કમિશનર હોસ્પિટલ નહિ આવશે, ત્યાં સુધી મૃત દેહ સ્વીકારવામાં નહિ આવે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર