દુપટ્ટો ભરાતા નીચે પટકાયેલી યુવતિ ટેન્કરના વ્હિલમાં કચડાઇ

Jan 24, 2017 05:08 PM IST | Updated on: Jan 24, 2017 05:08 PM IST

સુરતઃસચિન વિસ્તારમાં મુલાતાની ચાર રસ્તા પાસે એક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જયારે બાઈક ચાલક યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સચિન મુલાતાની ચાર રસ્તા પાસેથી બપોરના સમયે એક યુવક તથા યુવતી બાઈક પર પસાર થઇ રહયા હતા. જાણવા મળ્યા મુજબ દુપટ્ટો ભરાતા નીચે પટકાયેલી યુવતિ ટેન્કરના વ્હિલમાં કચડાતા મોતનીપજ્યું છે.

મુલ્લા ડાઈંગ મીલ નજીક ફૂલ સ્પીડે બાઈક (જીજે 05 એચએચ 3510) જઈ રહ્યું હતું. યુવતીના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી ગયો હતો. જેથી સ્લીપ બાઇક થયું હતું. આ સમયે સામેથી આવતા ટેન્કરે બાઇકને અડફેટે લેતા બંને રોડ પર પટકાયા હતા. જેમાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ મૃતકનું નામ કવિતા રાઠોડ છે. જે નવસારીના દાંડીવાડમાં રહે છે. અને સર્વેની કામગીરી કરે છે.

દુપટ્ટો ભરાતા નીચે પટકાયેલી યુવતિ ટેન્કરના વ્હિલમાં કચડાઇ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર