સુરતઃમિલકત વિવાદમાં પ્રથમ પત્નીએ યુવકની હત્યા કરાવ્યાની શંકા

Apr 06, 2017 07:56 PM IST | Updated on: Apr 06, 2017 07:56 PM IST

સુરત:સુરતના અઠવા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક યુવકની છાતીના ભાગે જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી જતા ખળભળાટ મચી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાતાં તેને મૃત જાહેર કરાયો હતો. ઘટનાની જાણ બાદ અઠવા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવકની હત્યા પાછળ પહેલી પત્ની હોવાની શંકાને લઇ પોલીસે 3ની અટક કરી તપાસ હાથ ધરી હતી.

સુરતના ગોપીપુરા વિસ્તારમાં સુરેશ રતિલાલ રાણારહે છે. સુરેશ પર બુધવારની સાંજે કેટલાક ઇસમોએ તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં સુરેશને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ સુરેશનું મોડીરાત્રે હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ બાદ અઠવા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતઃમિલકત વિવાદમાં પ્રથમ પત્નીએ યુવકની હત્યા કરાવ્યાની શંકા

પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન પણ લીધા હતા. મૃતક સુરેશને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી પણ હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ સુરેશની હત્યા પાછળ તેની પહેલી પત્ની દક્ષાનો જ હાથ હોવાની ચર્ચાઓ ઉઠતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરેશની હત્યા પાછળ મિલકતનો ઝઘડો કે પછી પારિવારિક ઝઘડો કારણભૂત હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

સુચવેલા સમાચાર