સુરતઃકિમ પાસે અકસ્માતમાં બાઇક સવાર 4 પૈકી 3 મિત્રોના મોત

Feb 14, 2017 01:58 PM IST | Updated on: Feb 14, 2017 01:58 PM IST

સુરતઃકિમ નજીક સિયાલજ પાટિયા પાસે અકસ્માતમાં 3ના મોત થયા છે.બાઈક અજાણ્યા વાહન સાથે અથડાતાં અકસ્માત થયો હતો જેમાં જી.જે.19એએલ 0612બાઈક પર સવાર 4માંથી 3 મિત્રોના મોત નીપજ્યા છે.મૃતકો ઉમરપાડા તાલુકાના રહેવાસી છે.અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે.

જાણવા મળતી વિગત મુજબ જગદીશ ગુલાબસિંગ વસાવાની બાઈક પર સાથે અતુલ કામસિંગ, વિશાલ દિનેશભાઈ વસાવા અને દિવ્યેશ હરીસિંગ વસાવા સવાર હતા. જેમને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. સારવાર મળે તે પહેલા જ અતુલ, વિશાલ અને જગદીશનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલ દિવ્યેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલખસેડાયો છે.

સુરતઃકિમ પાસે અકસ્માતમાં બાઇક સવાર 4 પૈકી 3 મિત્રોના મોત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર