ત્યજી દેવાયેલી નવજાતના દેહને શ્વાન હોસ્પિટલથી ખેચી કચેરી પાસે લઇ ગયું

Jan 11, 2017 02:52 PM IST | Updated on: Jan 11, 2017 07:21 PM IST

નર્મદાઃ સરકાર હાલમાં ભ્રુણ હત્યા રોકવા માટે અનેક જાગૃતિના કાર્યક્રમો કરી રહી છે.તે છતાં પણ એક બાળકીની ભ્રુણ હત્યાના ઘણા કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવ્યા જ કરતા હોઈ છે. ત્યારે આજે વહેલી સવારે કડકડતી ઠંડીમાં નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ના  નગરપાલિકા પાસે એક તાજી જ જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ત્યાં આ ઘટના પ્રત્યક્ષ જોનારા લોકોના કહેવા મુજબ સવાર સવાર માં રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને વિજય પ્રસુતિ ગૃહ પાસેના ચાર રસ્તા પાસે પડેલી આ મૃત બાળકીના મૃતદેહને એક સ્વાન ખેંચીને લય આવ્યું હતું. તો આ મામલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને વિજય પ્રસુતિ ગૃહ શંકાના દાયરામાં હોવાનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. વળી આ બાળકીની ભ્રુણ હત્યા કરાઈ છે, કે મૃત બાળકી જન્મી હતી કે પછી કોઈ કુંવારીકાએ પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું હશે.

સહીત ની અટકળો પણ વહેતી થઇ છે. હાલ માં તો પોલીસે ત્યાં પહોંચી મૃત બાળકીને લય જય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પણ આ મામલે જો તલસ્પર્શી તપાશ કરવામાં આવે તો રાજપીપળામાં કદાચ ભ્રુણ હત્યા નો ગોરખધંધો થતો હોવાનો પર્દાફાશ થઇ શકવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર