પાણી માટે 50 ગામના લોકોને માનવ સાંકળ રચી કાઢી જળયાત્રા

May 28, 2017 08:30 AM IST | Updated on: May 28, 2017 08:30 AM IST

છેલ્લા એક દાયકાથી પાણી ની સમસ્યા સામે ઝઝૂમી રહેલા પૂર્વ સોનગઢની પટ્ટીના 50 થી વધુ ગામોએ સ્વયંભૂ એકત્રિત થઇ ગત તારીખ 23 મી મેં ના રોજ એક વિશાળ જળ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે સોનગઢના ઓટા થી નીકળી 70 કિલોમીટર ઉકાઈ ના ચચરબુંદા કે જ્યાં ઉકાઈ ડેમનો પટ આવેલ હોય ત્યાં પહોંચી હતી. આ જળ યાત્રામાં 50 જેટલા ગામોના હજારો લોકો માથે બેઢા,માટલા સાથે જોડાયા હતા.

tapi yatra03

પાણી માટે 50 ગામના લોકોને માનવ સાંકળ રચી કાઢી જળયાત્રા

જે આજે સવારે સોનગઢ નગરથી રવાના થઈ ચચરબુંદા નીકળી છે, આ જળ યાત્રાનો એકજ ઉદેશ્ય છે કે સરકાર વર્ષોથી તેમના વિસ્તારમાં પાણી આપવા બાબતે નિષ્ફ્ળ નીવડી છે તો તેઓ સૌ એકત્રિત થઇ ઉકાઈ ડેમ માંથી પાણી લઈને માનવ સાંકળ રચી તેમના ગામોના બોર,કુવા,નદી,નાડા ને પુનર્જીવિત કરવાની કોશિશ કરશે.

tapi yatra02

સોનગઢ ના ઓટા ગામથી શરુ થયેલ આ પદયાત્રા ઉકાઈ ડેમ સુધી પાંચ દિવસ સુધી પહોંચી અંદાજે 70 કિલોમીટરનો રસ્તો પગપાળા પહાચી અને વચ્ચે આવતા અંદાજે 50 જેટલા ગામોના હજારો લોકો માટલું, બેઢો વગેરે સાથે જોડાઈ ઉકાઈ ડેમ માંથી પાણી લાવી માનવસાકડ બનાંવી તેમના વિસ્તારોમાં આવેલ નદી,નાળા ,કોતરો, કુવા ને રિચાર્જ કરશે ત્યાંથી બેઢા,માટલા વગેરે જેવા સાધનો દ્વારા પાણી લાવીને તેમના વિસ્તારોના બોર, કુવા,નદી-નાળા ને પુનર્જીવિત કરવાની નેમ સાથે નીકળેલ આ હજારો ગામવાસીઓની માંગ છે કે તેમના વિસ્તારોમાં આવેલ નદી,નાળા ,કોતરો ને પુનર્જીવિત કરવા માટે સરકાર કોઈ ઠોસ નિર્ણય ન લે તો તેઓ આ રીતે એકત્રિત થઇ માનવશ્રમ દ્વારા પાણી પોતાના વિસ્તારોમાં પૂરું પાડશે.

સુચવેલા સમાચાર