કકવાડીના યુવકોની અટકાયત કરતા ડુંગરી પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે ધમાલ

Apr 04, 2017 02:08 PM IST | Updated on: Apr 04, 2017 02:08 PM IST

વલસાડઃજિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે ધમાલ મચી ગઈ હતી. કકવાડી ગામના એક જૂના કેસમાં તપાસ દરમ્યાન ડુંગરી પોલીસ  નિર્દોષ લોકો ને પરેશાન કરતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામા લોકોએ પોલીસ સ્ટેશન પર હલ્લો મચાવ્યો હતો.જેને કારણે અડધી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

વલસાડ તાલુકાના કકવાડી ગામે 3 મહિના અગાઉ કોઈ અસામાજીક તત્વોએ ઝીંગા તળાવ અને બોટના  માલ સામાનના ગોડાઉનમાં  આગ ચાંપી દીધી હતી.જે અંગે ફરિયાદ નોંધાઇ  હતી.આથી આ કેસની તપાસ કરતી  ડુંગરી પોલીસ કકવાડી ગામમાથી શંકાના આધારે કેટલાક યુવાનોને  પોલિસ સ્ટેશન લઈ આવી હતી અને આગવી ઢબે કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી.ગામના નિર્દોષ યુવકોને  પોલીસ ઉઠાવી ગઈ હોવાના સમાચાર મળતા  કકવાડી ગામના લોકો મોટી સંખ્યામાં ડુંગરી પોલિસ સ્ટેશન પર પહોચી હલ્લો મચાવ્યો હતો. અને પોલિસ સ્ટેશનને બાનમાં લીધું હતું.આ સમગ્ર પ્રકરણ મા પોલીસ કેમેરા સામે કઈ કહેવા તૈયાર નથી.

કકવાડીના યુવકોની અટકાયત કરતા ડુંગરી પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે ધમાલ

 

સુચવેલા સમાચાર