સુરતમાં PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અદ્યતન કિરણ હોસ્પિટલનું લોકાપર્ણ

Apr 17, 2017 09:40 AM IST | Updated on: Apr 17, 2017 09:40 AM IST

સુરત #ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સુરતની અદ્યતન અને સૌથી મોટી હોસ્પિટલનું ઉદઘાટન કરાયું, આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટીદારો દ્વારા બનાવાયેલ કિરણ હોસ્પિટલનું આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયું, આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે રાજ્યમાં આરોગ્ય લક્ષી સેવાઓ સુધારવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિ હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.

સુરતમાં PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અદ્યતન કિરણ હોસ્પિટલનું લોકાપર્ણ

તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં આરોગ્ય લક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બની રહી છે. અન્ય રાજ્યોમાં રાજ્યો ચૂંટણી હોય છે ત્યારે ત્યાંના રાજકીય પક્ષો દ્વારા પોતાના ચૂંટણી વચનમાં ગુજરાત જેવી આરોગ્ય સેવાઓ બનાવવાની વાતો કરાય છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. આજે દેશમાં ગુજરાત મોડલ દેશમાં સ્થાપિત થઇ રહ્યું છે.

વધુમાં એમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે દેશમાં પણ આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બની રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર