સુરત : ધારૂકાવાલા કોલેજમાં પાસ કાર્યકરો-સંચાલકો વચ્ચે મારામારી

Mar 09, 2017 04:43 PM IST | Updated on: Mar 09, 2017 04:50 PM IST

સુરત #સુરતના કાપોન્દ્રા વિસ્તારમાં આવેલી ધારૂકાવાલા કોલેજમાં આજે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હાર્દિક પટેલેને કોલેજમાં આવવા આમંત્રણ આપ્યું હતું જેને પગલે હાર્દિક પટેલે અને પાસના કાર્યકરો કોલેજ આવ્યા હતા. જેમને ગેટ આગળ જ અટકાવાતાં સંચાલકો અને પાસ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી જે મારામારી સુધી પહોંચી હતી.

સુરતના કાપોન્દ્રા વિસ્તારમાં આવેલી ધારૂકાવાલા કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓને કોલેજ સંચાલકો દ્વારા ટોર્ચર કરાતા હોવાથી હાર્દિક પટેલને કોલેજ આવવા આમંત્રણ આપ્યું હતું. જેને પગલે હાર્દિક પટેલે પાસના કાર્યકરો સાથે આજે કોલેજ આવ્યો હતો.

કોલેજમાં પરીક્ષા ચાલી રહી હોવાથી કોલેજના સંચાલકોએ હાર્દિક પટેલના કાફલાને ગેટ આગળ અટકાવ્યો હતો. જેમાં પાસના કાર્યકરો અને સંચાલકો આમને સામને આવી જતાં બંને પક્ષે મારામારી થવા પામી હતી.

આ મામલે પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, અમે કોલેજની બહાર મુલાકાતે ગયા હતા, જ્યાં પાટીદારા યુવાનો મળ્યા, એમણે કહ્યું કે, જે યુવાનો પાટીદારા આંદોલનમાં સંકળાયેલા છે એમને ટ્રસ્ટીઓ દ્વારા દબાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે અને એમને અલગ બેસાડી ટોર્ચર કરાઇ રહ્યા છે. પરંતુ જો આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કંઇ થયું અને એમને હેરાન કરાશે તો કોલેજને ઘેરાબંધી કરાશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર