નવસારી: આદિવાસી ગૌરવ યાત્રા પૂર્વે ભાજપ કોંગ્રેસમાં મારામારી, 5ને ઇજા

Feb 06, 2017 01:10 PM IST | Updated on: Feb 06, 2017 01:10 PM IST

નવસારી #નવસારીના ઉનઇથી શરૂ થવા જઇ રહેલી આદિવાસી ગૌરવ યાત્રા પૂર્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારી થઇ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના પાંચ કાર્યકરોને ઇજા થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વાસદા પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાઇ છે.

ઉનઇથી અંબાજી સુધીની આદિવાસી ગૌરવ યાત્રા પૂર્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દંગલ સર્જાયું છે. ગત મોડી રાતે શહેરમાં પોસ્ટર અને ઝંડા લગાવવાને લઇને બંને પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં છુટા હાથની મારામારી થતાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના બે મળી પાંચ કાર્યકરોને ઇજાઓ થવા પામી છે. જેમને સારવાર અર્થે દાખલ કરાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર