સુરત: સીબીઆઇનો સપાટો, 12 સ્થળોએ દરોડા, 65 કરોડના આરટીજીએસ કૌભાંડનો થયો પર્દાફાશ

Jan 03, 2017 12:11 PM IST | Updated on: Jan 03, 2017 12:11 PM IST

સુરત #સુરતમાં કિશોર ભજીયાવાલાના કરોડાના કૌભાંડ બાદ વધુ એક વખત સીબીઆઇએ સપાટો બોલાવ્યો છે. શહેરની બેંકો દ્વારા ચકચારી આરટીજીએસના 65 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સીબીઆઇ દ્વારા વિવિધ 12 સ્થળોએ દરોડા પાડી મહત્વના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.

સુરતમાં ગઇ કાલે 12 સ્થળોએ દરોડો પાડ્યા જેને આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરટીજીએસ કૌભાંડ, સુરત પીપલ્સ બેંક અને બેંક ઓફ ઇન્ડિયાના બંધ ખાતામાં આરટીજીએસ થયું છે. આ બે પુરાવાના આધારે આ કૌભાંડીઓ સામે આકરા પગલાં લઇ શકાશે એવું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલામાં સૌથી વધુ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે. બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે. આ મહત્વના પુરાવાને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. ચકચારી આ કિસ્સામાં ઘણા મોટા માથાઓના નામ ખુલવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. હાલના તબક્કે બેંક ઓફ ઇન્ડિયાના સિનિયર મેનેજરની સંડોવણી ખુલવા પામી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર