સુરત: તસ્કરોએ ક્લિનિકની કરી સફાઇ પરંતુ સીસીટીવીમાં ઝડપાઇ ગયા

Mar 25, 2017 11:38 AM IST | Updated on: Mar 25, 2017 11:38 AM IST

સુરત #સુરતના પુણા વિસ્તારમાં  ચોરીની ઘટના સામે આવી છે. ગત રાતે તસ્કરો સિફતાપૂર્વક ક્લિનિકમાં ઘૂસ્યા હતા અને કોમ્પ્યુટર, રોકડ સહિતની મતા લઇ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત: તસ્કરોએ ક્લિનિકની કરી સફાઇ પરંતુ સીસીટીવીમાં ઝડપાઇ ગયા

સુરતના પૂણા વિસ્તારમાં તસ્કરોએ ક્લિનિકમાં હાથ ફેરો કર્યો છે. ટેમ્પોમાં આવેલા તસ્કરો ગત મોડી રાતે ક્લિનિકમાં ઘૂસ્યા હતા. તસ્કરો અહીંથી કોમ્પ્યુટર સહિતની ચીજ વસ્તુઓ અને રોકડ ચોરી ગયા હતા.

ક્લિનિકમાં તસ્કરી કરવા આવેલા તસ્કરો અહીંના સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયા છે. લોખંડની સીડી પરથી સિફતાપૂર્વક અંદર ઉતર્યા હતા. પોલીસે સીસીટીવીને આધારે તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર