પીએમ મોદી ગુજરાતના પ્રવાસે: સુરતમાં કહ્યું- 'કેમ છે ગુજરાત', હવે ડોક્ટરોની અછત દુર થશે

Mar 07, 2017 02:37 PM IST | Updated on: Mar 07, 2017 03:26 PM IST

સુરત #વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમનું સ્વાગત કર્યું હતું. કેમ છે ગુજરાત કહી અહીં સભાને ટૂંકું સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ડોક્ટરોની જે અછત હતી એ હવે પૂરાશે. વધુમાં એમણે વિકાસની હરણફાળ ભરવા માટે સુરત અને ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો હતો.

આપણા દેશમાં હંમેશા ફરિયાદ રહી છે કે, ડોક્ટરો નથી. પરંતુ શોધવા જઇએ તો ખરેખર ડોક્ટર નથી. એવા ક્ષેત્રમાં વ્યવસ્થા ફસાઇ હતી પરંતુ હવે બધુ ઠીક કરી દીધું છે. 4 હજાર બેઠકો ઉભી કરી છે. કેટલા મોટા પાયે ડોક્ટરોની અછત છે એ આપણે પરપૂર્ણ કરી શકીશું.

શહેરી વિકાસમાં એક નવો ઓપ આપવાનો પ્રયાસ છે. સીએમ વિજયભાઇને અને એમની ટીમને આ કાર્ય માટે અભિનંદન આપુ છું. જાહેરમાં શૌચાલયથી લઇનેસફાઇ પર એમને જે કામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ સરાહનીય છે.

દેશમાં 500થી વધુ શહેરો આ દિશામાં કાર્યરત છે. જે ઓડીએફ મામલે કાર્યરત છે. બહેનો પણ આ દિશામાં સારૂ કાર્ય કરી રહ્યા છે.

આર્થિક કેપિટલ કેવી રીતે બની શકાય એ સુરતે બતાવ્યું છે. પોતાના પુરૂષાર્થથી મહેનતથી આટલા ટૂંકાગાળામાં આટલી ગતિએ વિકાસ કરી શકે એ સુરતે બતાવ્યું છે. સુરત અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર