વલસાડ પાલિકાના પ્રમુખને ધમકી,રૂ.1 કરોડની ખંડણી માંગી

Apr 12, 2017 07:22 PM IST | Updated on: Apr 12, 2017 07:22 PM IST

વલસાડ નગર પાલિકા પ્રમુખ  સોનલ સોલંકી અને તેમના પતિને જાનથી મારી નાખવાનો ધમકી ભર્યો પત્ર  મળતા સનસની મચી ગઇ છે.પત્રમા સોનલ સોલંકી પાસેથી રૂપિયા એક કરોડની ખંડણીની પણ માગ કરવામા આવી હોવા ની વાત થી ખડભડાટ મચી ગયો છે.

ધમકી ભર્યો પત્ર  પાલિકા પ્રમુખને  નગરપાલીકાની પ્રમુખની અંગત ટપાલ મારફતે પહોંચ્યો હતો.આ પત્ર મોકલનાર વ્યક્તિ એ પોતાનુ નામ વલસાડ ના ધોબી તલાવ વિસ્તારમા રહેતો અખ્તર શેખ હોવાનુ જણાવી રહ્યો છે.ગંભીર વાત એ  છે કે પત્રમા સોનલ સોલંકી અને તેમના પતિને બે દિવસ પછી એટલે તારીખ 14 મી એપ્રિલના સવાર મા જ હત્યા કરવાની સ્પષ્ટ ધમકી આપવા મા આવી છે. વધુ મા પત્રમા પાલિકા પ્રમુખ પાસેથી પાલિકામા થતા સરકારી કામોના  10 ટકા કમીશન ગવર્મેન્ટ પેમેન્ટનુ આપવા અને એક કરોડ ની ખંડણી પણ માંગવામા આવી છે.

જે  આપવામા ના આવે તો સોનલ સોલંકી અને તેમના પતિ એમ બન્ને ની હત્યા કરવા ની ધમકી આપવામા આવી છે.પાલિકા પ્રમુખને હત્યાની ધમકી અને કરોડોની ખંડણી માંગતો અા પત્ર મળ્યો હોવાની વાતની જાણ થતા પાલિકાના સભ્યો અને આગેવાનો પાલિકા પર પહોંચીને સોનલ સોલંકીને મલ્યા હતા અને આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને હવે હત્યાની ધમકી અને કરોડ રૂપીયા ની ખંડણી માંગતા પત્ર અંગે જિલા પોલીસવડા ને લેખિત મા જાણ કરવા ની તૈયારી હાથ ધરી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર