અગાઉની કોંગ્રેસ સરકારે ગુજરાતને હેરાન કરવામાં કસર રાખી ન હતી: સીએમ વિજય રૂપાણી

Mar 07, 2017 05:49 PM IST | Updated on: Mar 07, 2017 06:28 PM IST

ભરૂચ ્#ભરૂચ ખાતે લાંબા કેબલ બ્રીજના લોકાપર્ણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ખોટો જશ ખાટવા નીકળેલા કોંગ્રેસીઓને કહેવું કે એમના કારણે ગુજરાતની જનતા અહીં જામમાં હેરાન થતી હતી. પરંતુ એતો સારૂ થયું કે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા કે આ કામ પૂર્ણ થયું.

આજે અહીં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે. લીંબજ જશ ખાટવાવાળાઓને મારે સવાલ કરવો છે કે 10 વર્ષ સુધી ગુજરાતની જનતા અહીં જામમાં થતી હતી. તમે તે ટેન્ડર મંજૂર કર્યું હતું એ કંપનીએ કામ કર્યું ન હતું અને જનતા હેરાન થતી હતી. એતો સારૂ થયું કે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા કે આ કામ થયું.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વારંવાર દિલ્હીની મુલાકાત લઇને અગાઉની એજન્સીને રદ કરી ઝડપી કામ કારવા માટે કહ્યું હતું. પરંતુ કામ થતું ન હતું. આતો નસીબદાર ગુજરાત છે કે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા.

ગુજરાતને માત્ર હેરાન કરવા માટે અગાઉની યૂપીએ સરકારે કસર બાકી રાખી ન હતી. ઓએનજીસી રોયલ્ટી આપવામાં પણ ઠાગા ઠૈયા કરાતા હતા. નર્મદા ડેમની વાત હોય તો એમાં પણ હેરાનગતિ ઓછી ન હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર