હાર્દિક પટેલના પ્રહાર, કહ્યું- રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી એ સ્પષ્ટ દેખાય છે

Feb 02, 2017 05:05 PM IST | Updated on: Feb 02, 2017 05:05 PM IST

સુરત #રાજદ્રોહના કેસમાં પોલીસ સમક્ષ હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે ઇજાગ્રસ્ત પાસ કાર્યકરોની ખબર અંતર પુછ્યા હતા અને બાદમાં સરકાર સામે આકરા પ્રહારો કરતા ંકહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી.

પાસ નેતા હાર્દિક પટેલ રાજદ્રોહના ગુનામાં પોલીસ સમક્ષ હાજરી આપવા સુરત આવ્યો હતો. પોલીસ સમક્ષ હાજરી પુરાવ્યા બાદ હાર્દિક પટેલ ઇજાગ્રસ્ત પાસ કાર્યકરની મુલાકાતે ગયો હતો. અહીં સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

હાર્દિક પટેલે કહ્યું કે, વિરોધ કોઇ પણ કરી શકે છે. દેશમાં મુખ્યમંત્રીઓ પર પણ શાહી ફેંકાઇ છે. એ વિરોધ પ્રદર્શિત કર્યો છે. એમાં મુખ્યમંત્રીઓએ એવું કીધુ છે કે ભાઇ એને છોડી દેજો પણ આતો દાદાગીરી કરાઇ છે. ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા નથી એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

અહીં નોંધનિય છે કે, ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલના સુરતમાં યોજાયેલા રોડ શો દરમિયાન શાહી અને ઇંડા ફેંકાયાની ઘટના બાદ અથડામણ થતાં પાસ કાર્યકરને ઇજા થઇ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર