ધો-10ના વિદ્યાર્થીએ પરિણામ પહેલા જ કરી આત્મહત્યા,રીઝલ્ટ 71%

May 29, 2017 03:15 PM IST | Updated on: May 29, 2017 03:15 PM IST

નવસારીના ગણદેવીમાં ધો-10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.નદીમાં ઝંપલાવી વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. પરિણામના ટેન્શનમાં વિદ્યાર્થીએ પગલું ભર્યું છે. ધો-10માં વિદ્યાર્થીને 71 પર્સન્ટાઈલ આવ્યા છે.

rijal pas

ધો-10ના વિદ્યાર્થીએ પરિણામ પહેલા જ કરી આત્મહત્યા,રીઝલ્ટ 71%

નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના કુણાલ જીતેશભાઇ મીસ્ત્રીએ ધો.10ની પરીક્ષા આપી હતી. પરંતુ રિઝલ્ટ પહેલા જ તેઓ ટેન્શનમાં રહેતા હતા. તેમણે પરિણામ જાહેર થાય તે પહેલા જ ટેન્શમાં આજે સવારે અંબિકા નદીમાં કુદી મોત વહાલુ કર્યું હતું. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જો કે આજે પરિણામ ચકાસતા આપઘાત કરનાર કૃણાલને 71 ટકા આવ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર