તાપીઃડોલવણમાં શ્વાનનો આતંક,8લોકોને કરડતા ભયનો માહોલ

Feb 02, 2017 07:41 PM IST | Updated on: Feb 02, 2017 07:41 PM IST

તાપીઃછેલ્લા એક માસથી રાજ્યમાં ચાલી રહેલ બર્ડ ફલૂ બાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા એક સપ્તહમાં આઠ જેટલા લોકોને કુતરાઓ દ્વારા કરડવાના બનાવો બનતા ગામવાસીઓમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.

તાપી જિલ્લાના ડોલવણ માં આજકાલ ખૌફનો માહોલ ફેલાયો છે, ખોફ છે રખડતા કૂતરાઓનો, ડોલવણ નાજ ઢોડિયાવાડ ફળિયામાં માત્ર એક સપ્તાહમાં સાત થી વધુ ઈસમોને હડકાયા કૂતરાઓએ કરડતા આ ફળિયાના લોકો સહિત પુરા ડોલવણ ગામ માં કૂતરાને લઈ એક ખૌફ નો માહોલ બન્યો છે અને લોકો પોતાના ઘરેથી બહાર જતી વખતે સમૂહમાં કે લાકડી જેવા હથિયારો લઈ જવું પડે છે, અને તેઓને તેમના શાળા એ જતા બાળકોની ચિંતા હંમેશા સતાવે છે.

તાપીઃડોલવણમાં શ્વાનનો આતંક,8લોકોને કરડતા ભયનો માહોલ

ડોલવણ ગ્રામજનોના કેટલાક પાલતુ પ્રાણીઓને પણ હડકાયા કુતરાઓના ઝુંડે કરડતા બળદ અને ભેંસ ના મૃત્યુ થયા છે. તેવું ગ્રામજનોનું કહેવું છે, તો આ વાત નો અધિકારીઓ સાફ ઇન્કાર કરી રહ્યા છે. બીજી તરફ જવાબદારો દ્વારાસ્થળ મુલાકાત કરી ડોલવણના ઢોળિયાવાડ વિસ્તારમાં લોકોને જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું જવાબદારો દ્વારા જણાવાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર