દીવમાં બાર બંધ થતા 2000પરિવાર બન્યા બેરોજગાર,વિરોધમાં રેલી

Apr 03, 2017 04:07 PM IST | Updated on: Apr 03, 2017 04:07 PM IST

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે દીવમાં બંધ થયેલી દારૂની દુકાન અને બારના સંચાલકો દ્વારા આજે વિરોધ રેલી કાઢીને બંધ થયેલી દુકાનો અને બારને ફરી સારું કરવાની માગ કરવામાં આવી હતી.દીવમાં બારમાં નોકરીયાત સહિત વ્યવસાય સાથે સંકળાયેલા અંદાજિત 2000 જેટલા પરિવારો બેરોજગાર બનતા તેમના પરિવારજનો પણ આજની વિરોધ રેલીમાં જોડાયા હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ હાઇવેની 500 મીટરની ત્રિજ્યામાં દારૂનું વહેચાન બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં દીવમાં આજે લીકર,બાર અને હોટેલના સંચાલકો દ્વારા આજે વિરોધ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દીવના લોકો પણ જોડાયા હતા.

સુપ્રીના આદેશને પગલે દીવમાં 100 જેટલી દારૂની દુકાનો 1 માર્ચથી બંધ કરવામાં આવી છે.

સુચવેલા સમાચાર