વલસાડઃઅકસ્માતમાં એક જ પરિવારના 5ના મોતથી કમકમાટી

May 15, 2017 11:13 AM IST | Updated on: May 15, 2017 11:13 AM IST

વલસાડ જિલ્લા પારડી નજીક નેશનલ હાઇવે 8 પર રવિવારે સુરતના સોલંકી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક જ પરિવાર ના 5 સભ્યોના મોત નિપજ્યા છે.નરેશ સોલંકી સુરત મહાનગર પાલિકા પાલિકામાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે અને જેઓ આજે સહપરિવાર મુંબઈથી કાર લઇ સુરત તરફ જઈ રહયા હતા ત્યારે પારડીના દમની ઝાંપા પાસે હાઇવે પર તેમની કાર હાઇવેના ડિવાઇડર સાથે ટકરાઇ હતી.

કારનો કચર ઘાણ વડી ગયો હતો.આ અકસ્માતમાં કારમા સવાર નરેશ ભાઈ તેમની પત્ની લતાબેન અને તેમની દીકરી ક્રિષ્ના અને કમુબેનના મોત નિપજ્યા છે. જ્યારે જયાબેનનું સારવાર દરમિયાન મોત થયાં હતું. આ અકસ્માતમાં 4 સભ્યો ઘાયલ થયા છે.જેમને પારડીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે તબિયત વધારે લથડતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટના ને પગલે પારડી પોલીસે આ મામલે તાપસ શરુ કરી છે.

વલસાડઃઅકસ્માતમાં એક જ પરિવારના 5ના મોતથી કમકમાટી

સુચવેલા સમાચાર