ભરૂચઃ૧૫થી વધુ ચોરી-લૂટ કરનારી ટોળકી ઝડપાઇ

Mar 27, 2017 01:20 PM IST | Updated on: Mar 27, 2017 01:20 PM IST

ભરૂચઃભરૂચ ક્રાઈમ બ્રાન્ચે જંતુનાશક દવાની ચોરી કરતી ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી તેઓ પાસે રૂપિયા ૨.૫૮ લાખની કિમતની જંતુનાશક દવા કબજે કરી છે. ઝડપાયેલ આરોપીઓ અગાઉ ૧૫થી વધુ ચોરી તેમજ લૂટના ગુન્હાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલ આ આરોપીઓ સોના ચાંદીના દાગીના નહિ પરંતુ ખેતીમાં ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાની ચોરીના ગુન્હામાં ઝડપાયા છે.ભરૂચ ક્રાઈમ બ્રાંચના સુત્રોને બાતમી મળી હતી કે જંતુનાશક દવાનો મોટો જથ્થો લઇ કેટલાક ઇસમો અંકલેશ્વરમાંથી પસાર થઇ રહ્યા છે જેના આધારે વોચ ગોઠવાતા આ ત્રણ ઇસમો અંકલેશ્વરના કિશન બારીયા,કરણસિંહ પરમાર અને વિનોદ ઠાકુર ચોરીની જંતુનાશક દવા સાથે ઝડપાયા હતા.પોલીસે તેઓ પાસેથી વિવિધ કંપનીની રૂપિયા ૨.૫૮ લાખની કિંમતની જંતુનાશક દવા કબજે કરી હતી.

ભરૂચઃ૧૫થી વધુ ચોરી-લૂટ કરનારી ટોળકી ઝડપાઇ

આરોપીઓની પુછતાછમાં તેઓએ દવાની ચોરી પાનોલીની સીજન્તા કંપનીના ગોડાઉનમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.આરોપીઓ જંતુનાશક દવાની ચોરી કરી તેને સસ્તા ભાવે વેચી દેવાણી ફિરાકમાં હતા પરંતુ દવાનો જથ્થો મોટો હોય કોઈ ખરીદદાર ન મળતા તેઓ વાનમાં દવાના જથ્થાને સગેવગે કરવા જતા હતા તે દરમ્યાન પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.ઝડપાયેલ આરોપીઓ અગાઉ ચોરી તેમજ લૂટના ૧૫ જેટલા ગુન્હામાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા પોલીસે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

સુચવેલા સમાચાર