ભરૂચઃલગ્નના માહોલમાં ખેલાયો ખુની ખેલ, અદાવતમાં છરીથી હુમલો

Jan 03, 2017 03:40 PM IST | Updated on: Jan 03, 2017 03:40 PM IST

ભરૂચઃભરૂચના ભઠીયાર વાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમા ત્રણ વ્યક્તિ પર ચપ્પુથી હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે.અગાઉના ઝઘડાની રીસ રાખી ૧૩ થી ૧૪ વ્યક્તિઓએ ધસી આવી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ભરૂચના ભઠીયાર વાડ વિસ્તારમાં આજે સવારે લગ્ન પ્રસંગમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ભરૂચના ભઠીયાર વાડ વિસ્તારમાં રહેતા હનીફ કુરેશી તેનો પુત્ર મહમદ કુરેશી અને ઈબ્રાહીમ કુરેશી પર આજ વિસ્તારમાં રહેતા ઇકબાલ હુસેન કુરેશી તેમજ ઝુનેદ કુરેશી સહીત ૧૩ આરોપીઓએ હુમલો કર્યો હતો.આરોપીઓએ ચપ્પુના ઘા મારતા ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હતા.

ભરૂચઃલગ્નના માહોલમાં ખેલાયો ખુની ખેલ, અદાવતમાં છરીથી હુમલો

જેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તોનું કહેવું છે કે આરોપીઓ બકરી ઈદ પર ગો વંશની કાળ કરા હતા તેઓને અટકાવવા જતા તે સમયે ઝઘડો થયો હતો. જેની રીસ રાખી આજે માર્ક હથીયારો વડે હુમલો કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર