અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગથી અફરા-તફરી

Apr 01, 2017 03:41 PM IST | Updated on: Apr 01, 2017 03:41 PM IST

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એસ.એ.કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સોલ્વન્ટના જથ્થામાં લાગેલ આગમાં સમગ્ર પ્લાન્ટ આગમાં બળીને ખાક થઇ ગયો હતો.

અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં આવેલ એસ.એ.કેમિકલ કંપનીમાં આજે સવારના સમયે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.કંપનીના સોલ્વન્ટ ડીસ્ટ્રીલેશન પ્લાન્ટમાં યાંત્રિક ક્ષતિના કારણે લાગેલ આગ નજીકમ રહેલ સોલ્વન્ટના જથ્થામાં ફેલાઈ હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગના પગલે કંપની તરફ જતા તમામ માર્ગો અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો.

અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગથી અફરા-તફરી

બનાવની જાણ કરાતા અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા ફાયર વિભાગ તેમજ ભરૂચ અંકલેશ્વર નાગર પાલિકાના ૨૨ જેટલા ફાયર ટેન્ડરોએ પાણી તેમજ ફર્મનો મારો ચલાવી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાની ગંભીરતા સમજી ઓફ સાઈટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર