અંકલેશ્વરઃમંદિરે જવા નીકળેલા અંદાડાના સરપંચ 7 દિવસથી ગુમ

Apr 19, 2017 02:23 PM IST | Updated on: Apr 19, 2017 02:23 PM IST

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના 7 દિવસથી રહસ્યમય રીતે ગુમ સરપંચને શોધી કાઢવાની માંગ સાથે અપાયેલ બંધના એલાનને સજ્જડ સમર્થન સાંપડ્યું હતું.ગ્રામજનોએ સ્વયં ભૂ રીતે બંધ પાળ્યું હતું.

અંકલેશ્વરઃમંદિરે જવા નીકળેલા અંદાડાના સરપંચ 7 દિવસથી ગુમ

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના યુવા સરપંચ સતીષ વસાવા તારીખ 12 એપ્રિલથી ગુમ છે.ઘરેથી મંદિરે જવાનું કહી નીકળેલા સરપંચનો સાત દિવસ બાદ પણ કોઈ પત્તો ન લાગતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.પોલીસ તપાસમાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે આદિવાસી એકતા સમિતિ દ્વારા આજ રોજ અંદાડા ગામ બંધનું એલાન અપાયું હતું.જેને સજ્જડ સમર્થન સાંપડ્યું છે.ગ્રામજનોએ સ્વય ભૂ રીતે દુકાનો અને કામકાજ બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું હતું.

 

સુચવેલા સમાચાર